ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પરપ્રાંતીય પિતા-પુત્રને ગોંધી રાખ્યાનો પોલીસ પર આરોપ - Parprantiya

જામનગર: શહેર નજીક આવેલા દરેડ ગામમાં એક પરપ્રાંતીય પરિવારના પિતા-પુત્રને પંચકોશી બી-ડિવિઝનના પોલીસે માર મારીને ગોંધી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરપ્રાંતીય પરિવારોના ટોળાએ એસ. પી. કચેરીએ પહોંચીને આ બાબતે હોબાળો મચાવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 29, 2019, 11:33 AM IST

શહેરના દરે઼ડગામમાં આવેલા GIDC વિસ્તારમાં શ્રમિક પરિવાર પર પંચકોશી બી ડિવિઝન પોલીસે અમાનુસી ત્રાસ ગુજર્યો તેમજ માર માર્યો હોવાના આરોપસાથે પરપ્રાંતીય શખ્સોનું ટોળું એસ.પી. કચેરી પહોંચ્યું હતું. આ શખ્સોએ પંચકોશી બી ડિવિઝન પોલીસ ઓફિસના સ્ટાફ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ અહેમદના જણાવ્યા અનુસાર, કાલુ નામના પરપ્રાંતીય શખ્સ અને બાબુભાઈએ ભાગીદારીમાં કરિયાણાની દુકાન શરુ કરી હતી, સમય જતા બંને છુટા પડ્યા હતા.

સ્પોટ ફોટો

જેમાં બાબુભાઈને કાલુભાઈ પાસેથી અમુક રૂપિયા લેવાના થતા હતા. આ દરમિયાન કાળું અને તેનો પુત્ર ઉવૈસ પૈસા લેવા દરેડ ગયા હતા. જ્યાં પંચકોશી બી ડિવિઝન પોલીસે પિતા પુત્રને માર મારી ઉઠાવી ગઈ હતી. જેને લઈને પરપ્રાંતીય શ્રમિક પરિવારો એકત્રિત થયા હતા અને દરેડથી જામનગર આવીને પોલીસના દમન અંગે રજૂઆત કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે બંને પિતા પુત્રને લોક અપમાં પૂરી રાખી માર માર્યો હોવાનો આક્ષેપ પરપ્રાંતીય પરિવારોએ કર્યો છે. જે તે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

જામનગરમાં પરપ્રાંતીયનો પોલીસ પર આરોપ

ABOUT THE AUTHOR

...view details