- તમામ એસોસિએશન દ્વારા શહેરમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત
- ત્રણ દિવસ તમામ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન
- GIDCમાં તમામ કારખાનાઓ પણ બંધ રાખવામાં આવ્યા
જામનગર :જિલ્લામાં તમામ એસોસિએશન દ્વારા શહેરમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ તમામ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું હતું. રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો છેલ્લો દિવસ હતો. ત્યારે જામનગર GIDCમાં આવેલા તમામ કારખાનાઓ પણ બંધ રાખવામાં આવ્યા હતા.
સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ આ પણ વાંચો : વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
જિલ્લામાં રોજ 300થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા
જામનગરને બ્રાસ સીટી કહેવાય છે. કારણ કે, અહીં 6 હજાર જેટલા બ્રાસપાર્ટના કારખાનાઓ આવેલા છે. જેમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાંને કાબુમાં લેવા માટે તમામ સંસ્થાઓ આગળ આવી છે. જિલ્લામાં રોજ 300થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના ચેઇન તોડવી ખૂબ જરૂરી છે. ત્યારે જામનગર વાસીઓએ સતત ત્રણ દિવસ લોકડાઉનનું પાલન કરી કોરોના સામે લડાઈ કરી છે.
સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ આ પણ વાંચો : પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તો કોરોનાને હરાવી શકાય
જામનગર વાસીઓએ ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરીને કોરોના સામેની ચેલેન્જ સ્વીકારી છે. જો કે, હજુ પણ લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તો કોરોનાને હરાવી શકાય છે. માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તો જિલ્લામાંથી કોરોનાને જાકારો આપી શકાય છે.