ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2020, 3:19 PM IST

ETV Bharat / state

જામનગર આહીર સમાજે આપ્યું આવેદન, પબુભા સામે કાયદાકીય પગલા લેવાની માગ

જામનગરઃ શહેરમાં આજરોજ શનિવારે આહીર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેમણે પબુભા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ છે અને જો તેમની આ માગ પૂરી નહીં થયા તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

જામનગર
જામનગર

જામનગરઃ શહેરમાં આજરોજ શનિવારે આહીર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોરારીબાપુ અને પબુભા માણેક વચ્ચેના વિવાદના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ સમાજનો લોકો જિલ્લા કલેક્ટરને આવેદન આપીને પબુભા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.

જામનગરમાં આહીર સમાજે આપ્યું આવેદનપત્ર, પબુભા સામે કાયદાકીય પગલા લેવાની કરી માગ

આ સંદર્ભે આજરોજ આહિર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ડેપ્યૂટી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં તેમણે માંગણી કરી હતી કે, પબુભા માણેક મોરારીબાપુની માફી માગવી જોઈએ. જો પબુભા માણેક મોરારીબાપુની માફી નહીં માંગે તો આગામી દિવસોમાં ફોજદારી કેસ પણ દાખલ કરવાની આહીર સમાજ ચીમકી ઉચ્ચારશે.

ઉલ્લેખની છે કે, મોરારીબાપુ પર 18 જૂનના રોજ પબુભા માણેકે દ્વારકાધીશ મંદિરમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ હુમલાને સાંસદ પૂનમ માડમ અને અન્ય હાજર લોકોએ વચ્ચે પડી નાકામ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details