ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રવાસીઓ હવે જામનગર જિલ્લાના ટાપુ નઈ જઈ શકે, જો જવું હોય તો... - જામનગર પિરોટન ટાપુ

જામનગર જિલ્લાના 11 ટાપુ પર પ્રવાસીઓને માટે (islands Ban in Jamnagar) પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધને (Islands in Jamnagar) લઈને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાંનો ભંગ કરશે તો ભારતીય દંડ સંહિતા શિક્ષાને પાત્ર થશે. (Notification islands Ban in Jamnagar)

પ્રવાસીઓ હવે જામનગર જિલ્લાના ટાપુ નઈ જઈ શકે, જો જવું હોય તો...
પ્રવાસીઓ હવે જામનગર જિલ્લાના ટાપુ નઈ જઈ શકે, જો જવું હોય તો...

By

Published : Dec 31, 2022, 9:56 PM IST

જામનગર :જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ (islands Ban in Jamnagar) ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલો છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી, દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. (Islands in Jamnagar)

આ પણ વાંચોPiroton Island Restart: જામનગરમાં 4 વર્ષ બાદ પર્યટકો માટે ખૂલ્યો પિરોટન ટાપુ, અહીંનો અદભૂત નજારો જોયો કે નહીં...

જાહેરનામાંનો ભંગ કરશે તો શિક્ષાને પાત્ર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ આતંકવાદી દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144 અન્વયે સમગ્ર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. તેથી પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા 1860ના 45માં અધિનિયમની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તારીખ 27,ફેબ્રુઆરી 2023 સુધી અમલમાં રહેશે. (pirotan island jamnagar)

આ પણ વાંચોDwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ

ક્યા ટાપુ પર પ્રવેશ માટે પ્રતિબંધિતખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ, મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોન-બી ટાપુ આ ટાપુઓ પર પ્રવેશ અંગેપ્રતિબંધ ફરમાવવામાં આવે છે. (Notification islands Ban in Jamnagar)

ABOUT THE AUTHOR

...view details