પોલીસે યુવતીની ફરિયાદને આધારે 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે પાંજરાપોળ પાછળ રહેતી રુકિયાબેન મામદભાઈ સોઢા નામની યુવતીના નિકાહ અગાઉ કરીમ કાસમ બસર સાથે થયા હતા. ત્યારબાદ કોઈ કારણોસર દંપતી વચ્ચે ખટરાગ થયો થતા કરીમભાઈ લગભગ 2 માસ પૂર્વે તેણીને તલાક આપી દીધા હતા. જે તે સમયે તલાક તેણે અમુક રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પૂર્વ પતિ સહિતના સગાઓએ યુવતીને એસિડ પીવડાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ - Gujarati News
જામનગરઃજામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ થયેલા છૂટાછેડા બાદ નિયત રકમ લેવા માટે જતા પૂર્વ પતિ ,સાસુ અને જેઠે અપશબ્દો ઉચ્ચારી બળજબરીપૂર્વક એસીડ પીવડાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રતિકાત્મક ફોટો
જેથી આ રકમ લેવા માટે રૂકિયાબેન ગુરુવારે સાંજે ધરારનગર વિસ્તારમાં પૂર્વ પતિ કરીમ બસરના ઘરે ગયા હતા. જ્યાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બાદ પૂર્વ પતિ કરીમ ઉપરાંત સાસુ સારાબેન અને જેઠ યુસુફ દ્વારા અપશબ્દો ઉચ્ચારી, એસીડ પીવડાવી દીધું હતું. જેથી તેણીને તાકીદે સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ભોગ બનનાર યુવતી રૂકિયાબેનએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આથી 3એ સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.