જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજીત ચૌદરીએ તેની સાથે નોકરી કરતા વૃદ્ધ સિકયુરિટી ગાર્ડને રાત્રે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારીને મકાન માલિકની મોંઘી કાર લઈ ફરાર થઈ ગયો હતો.જો કે LCB એ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આરોપી સંજીત ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જામનગરની મુખ્ય કોર્ટના પરિસરમાંથી કેદી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી - આરોપી ફરાર
જામનગર: જિલ્લામાં ખંભાળિયા ગેટ પાસે વૃદ્ધનું મર્ડર કરનાર આરોપી સંજીત ચૌધરીને જિલ્લા જેલમાંથી તારીખ માટે કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે આરોપી પોલીસવાનમાંથી ફરાર થઈ જતા નાકાબંધી કરવામાં આવી હતી અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
કોર્ટ પરિસરમાંથી કેદી ફરાર થયો ફરાર
કોર્ટે તેની તારીખ આપી હતી તેથી પોલીસે તેને કોર્ટમાં હાદર કરવા માટે આરોપી સંજીત ચૌધરીને કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યો હતો. જોકે તે કોર્ટ પરિસદમાંથી ફરાર થવામાં સફળ થયો હતો. જે બાદ પોલીસએ તેને શોધવા માટે તપાસ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે આ આરોપી સંજીત ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.