જામનગરના શહેર નજીક આવેલા નવાગામમાં રહેતા જીતુ ચમનભાઈ બારૈયાએ આરોપીને જાહેર શૌચાલય પાસે દારૂ પીવાની મનાઇ કરતા આરોપીએ છરી વડે જમણા પડખાના ભાગે તથા જમણા હાથમાં ખંભા, કાંડામાં તથા પીઠના ભાગે જીવલેણ હુમલો કરી ઈજાઓ કરી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીતુ ચમનભાઈ બારૈયાને જમણા ખભાના ભાગે 1 ઘા તથા જમણા પડખાના ભાગે 2 ઘા તથા છાતીના ભાગે ઘા મારી ઈજાઓ કરવામાં આવી હતી. તો ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર માટે જી. જી .હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના નવાગામમાં દારૂ પીવાની ના પાડતા, 2 યુવક પર જીવલેણ હુમલો કરી આરોપી ફરાર - Jamanagar
જામનગરઃ શહેરમાં નવાગામ ઘેડ કોળી સમાજની વાડી જાહેર શૌચાલય નજીક 2 યુવકો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા સીટી B ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.
નવાગામમાં 2 યુવકો પર છરી વડે હુમલો...ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન
આમ તો જામનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા હથિયાર બંધીનું જાહેરનામાનું કરવામાં આવ્યું હોવા છતા કાયદાની કોઇ પણ પરવાહ કર્યા વિના તેનો છડે ચોક ભંગ કરવામાં આવ્યો હતો. તો છરી વડે હુમલો કરી આરોપી રાહિલ ઉર્ફે ગટુ હુશેનભાઈ મકરાણી ફરાર થઈ ગયો હતો. ત્યારે સીટી B ડિવીઝન પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.