ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ, APPના 7 કાર્યકરોની અટકાયત - ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારાનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ

By

Published : Jul 1, 2020, 3:07 PM IST

જામનગરઃ છેલ્લા 20 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ નીચા હોવા છતાં સરકાર ઈંધણના ભાવમાં વધારો કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બેનર લઈ સુત્રોચાર કર્યો હતો.

જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ, આપના 7 કાર્યકરોની અટકાયત

જો કે. આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપે તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ સતત વધતી મોંઘવારી પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details