- જામનગરમાં યુવાનનું નદીમાં ડુબવાના કારણે મૃત્યું
- ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢ્યો મૃતદેહ
- પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
જામનગર: શહેરમાં સાધના કોલોની આવાસમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા ગયો હતો, તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી મૃત્યું થયું હતું.
ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા નીપજ્યું મોત
જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા સુનિલ કિશનભાઈ આશિયાણી (ઉ.વ.33) નામનો મજૂરી કામ કરતો યુવાન શુક્રવારે તેના મિત્રો સાથે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા માટે ગયા હતાં અને ત્યાં ન્હાતા સમયે સુનિલ પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો.