જામનગરના નામચીન શખ્સ દીવલા ડોનની પાસા હેઠળ ધરપકડ કરાઇ - Arrested under the aspect of Diwali Don
જામનગરના અસંખ્ય ગુનામાં સંડોવાયેલા શખ્સ દીવલા ડોનની પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
જામનગરઃ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ધાક-ધમકી, મારામારી, લૂંટ, ચોરી જેવા અસંખ્ય ગુનામાં સંડોવાયેલા શખ્સ દીવલા ડોનની પાસા હેઠડ ધરપકડ કરાઇ હતી. પોલીસ દ્વારા કરાયેલી દરખાસ્તને જિલ્લા કલેક્ટરે મંજૂર રાખતા દીવલા ડોનને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળ સિંહ ચૌહાણ નામના શખ્સ વિરુદ્ધ ચોરી, મારામારી, લૂંટ સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હતા. આ શખ્સ સામે સીટીના PI જે.બી રાઠોડ અને સ્ટાફ LCB દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર રવિશંકરે મંજૂર કરતા LCB PI કે ગોહિલ તથા PSI આર.બી ગોજીયા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.