જામનગરની શાળાએ મતદાન જાગૃતિ માટે કર્યો અનોખો પ્રયાસ - unique effort
જામનગરઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ લાવવા માટે જામનગરની શ્રીજી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
શ્રીજી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય વિજ્યાબેન છત્રોલાના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકા ડૉ. પ્રવિણાબેન તારપરા અને કાનાણી ધારાબેને NSSના સ્વયંસેવકોના સહયોગથી શાળાના પટાંગણમાં સુંદર રંગોળી તથા દીવડા સાથે ચૂંટણીનું સિમ્બોલ રજૂ કરતું દૃશ્ય બનાવવામાં આવ્યું છે. આ રંગોળી સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં શાળા કેમ્પસની તમામ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને ચૂંટણીને લગતા વિવિધ નારાઓ લગાવી મતદાન અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.