જામનગરઃ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે જોડિયા ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના સૌરાષ્ટ્ર કચ્છના ચેરમેન ડૉ. ભરત બોઘરાના અધ્યક્ષ સ્થાને સાત પગલા ખેડૂત ક્લ્યાણના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું ખેડૂતોને સાત પગાલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા, હેન્ડ ટુલ્સ કિટ તથા કાંટાળી તારની યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો અને હુકમોનું વિતરણ કરાયું હતું.
ડૉ. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષ સ્થાને સાત પગલા ખેડૂત ક્લ્યાણનો કાર્યક્રમ યોજાયો ગુજરાતનો ખેડૂત અતિ પરિશ્રમી છે, પરંતુ અગાઉ વીજળી અને પાણી જેવી મુશ્કેલીઓ હતી. જે આવશ્યકતા રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. તેમજ ખેડૂતોની આવક બમણી કરવાના દેશના વડાપ્રધાનના નિર્ધારને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા યોજનાઓને લોકાર્પિત કરાઈ છે.
આ કાર્યક્રમમાં ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજી મકવાણા, જોડિયા APMCના ચેરમેન ધરમશી ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. યુ. મકવા, તાલુકા વિકાસ અધિકારી સાગઠીયા તથા તાલુકાના પદાધિકારી, અધિકારીઓ અને આ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.