ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાઃ સંબંધીએ જ 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી - પોલીસ એફઆઈઆર

જામનગર જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ સામે આવી છે. એક દિવસ પહેલાં જ શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. એ બનાવના પડઘા હજી શાંત નથી પડ્યાને હવે લાલપુર તાલુકાના એક ગામડામાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.

બાળકોને એકલા ઘરે મુકતા વિચારજો... જામનગરમાં સંબંધીએ જ 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ
બાળકોને એકલા ઘરે મુકતા વિચારજો... જામનગરમાં સંબંધીએ જ 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ

By

Published : Oct 30, 2020, 9:04 PM IST

  • જામનગરમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
  • સંબંધીએ જ બાળકી સાથે કર્યું હતું દુષ્કર્મ
  • આરોપી દુષ્કર્મ કરી ત્યાંથી ફરાર થઈ ગયો

જામનગરઃ જામનગર જિલ્લો ફરી એક વખત બદનામીની એરણે ચડ્યો છે. લાલપુર ગામમાં 9 વર્ષની બાળકી સાથે તેના જ નજીકના સંબંધીએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. લાલપુર ગ્રામ્ય વિસ્તારમાં નરાધમ દ્વારા લાલપુર પંથકના એક નાના એવા ગામમાં ઘરના સભ્યો પોતાની વાડીએ કામ કરવા ગયા હતા. તે સમયે પાડોશમાં જ રહેતા તેના જ પરિવારના એક સગીર નરાધમે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

બાળકોને એકલા ઘરે મુકતા વિચારજો... જામનગરમાં સંબંધીએ જ 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ
પરિવારના સભ્યો બાળકીને લઈ ગયા હોસ્પિટલ

આ અંગે મળતી માહિતી મુજબ, બાળકીના ઘરે કોઈ ન હોવાનું જાણી નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારના સભ્યો જ્યારે કામથી પરત આવ્યા ત્યારે બાળકી રડી રહી હતી. એટલે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી અને આરોપીને પકડવા આગળની કાર્યવાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details