જામનગર: જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને જો સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે. રાકેશે કલેકટર કચેરી ખાતે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠકનું આયોજન કર્યું હતું.
જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઇ - corona
જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે 1000 દર્દીઓની સારવાર થઇ શકે તે માટેની તૈયારીઓ અંગે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જામનગરમાં કોરોના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે જો સંક્ર્મણ વધે તો 1000 દર્દીઓની સારવાર થઇ શકે તે પ્રકારની સુવિધાઓના નિર્માણ માટેની તૈયારીઓ અને આવશ્યક વસ્તુઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, મ્યુનિ.કમિશનર સતિષ પટેલ,નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, અધિક ડીન અને કોરોના નોડલ ડૉ. એસ.એસ.ચેટરજી, આયુર્વેદ યુનિ. વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર જોડાયા હતા.