- જોડિયાના બાલંભામાં ખેલાયો ખૂની ખેલ
- બાલભામાં ઉપસરપંચની ગોળી મારી હત્યા કરાઈ
- બાલંભા ગામમાં કરાયો હુમલો, જુની અદાવતમાં થયું ખૂન
જામનગર: જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીમાં 4 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઉપસરપંચને છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું આ ઉપરાંત અન્ય એક યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેેેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાલંભા ગામના જ બે નામચીન શખ્સો સહિતના 4 શખ્સોએ જુની અદાવતના કારણે મનદુ:ખ રાખી હિચકારો હુમલો કરાયાનું સામે આવ્યું છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત પોલીસ ટુકડીએ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
બાલંભા ગામ ખેલાયો ખૂની ખેલ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બલંભા ગામમાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બાલંભા ગામના ઉપસરપંચ કાંતિ લાલ રામજીભાઈ માલવિયા તેમજ નિલેશભાઈ કરસનભાઈ માલવિયા કે જેઓ સાંજે છ વાગ્યા આસપાસ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા. જે દરમિયાન બાલંભા ગામના જ બે નામચીન શખ્સો હુસેન કમોરા, તેમજ અયૂબ ઉર્ફે અયબો જૂસબ જ્સરાયા પોતાના અન્ય બે સાગરીતો સાથે ધસી આવ્યા હતા અને ખાનગી હથિયાર વડેે ફાયરિંગ કર્યું હતુ. ગામના ઉપસરપંચ કાંતિભાઈને છાતીમાં ગોળી વાગવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું