જામનગરમાં 479મી મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ નીકળી શોભાયાત્રા - arjun pandya
જામનગરઃ જિલ્લામાં આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ વિવિધ રાજપૂત સંગઠનો અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભવ્ય બાઈક અને કાર રેલીનું આયોજન દર વર્ષની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિને લઈને જામનગરમાં દર વર્ષે રાજપૂત કરણી સેના દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે વિવિધ રાજપૂત સંગઠનો અને આગેવાનો તથા યુવાનો દ્વારા ભવ્ય બાઇક અને કાર રેલીનું અને ધોડા સાથે આયોજન કરાયું હતું. આ રેલી આજે જામનગર શહેરના બુક બોન્ડ ગ્રાઉન્ડથી લઇ ડીકેવી સર્કલ, ટાઉનહોલ અને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ, અંતે રાજપુત સમાજ ખાતે પહોચી રેલીનું સમાપન થયું હતું. રેલીમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ દોલતસિંહ જાડેજા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજપુત સમાજના આગેવાનો તેમજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.