જામનગર: નાઘેડી ગામમાં લાખાબાવળ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રે બે વાગ્યાની આસપાસ તસ્કરોએ બેંકના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં બાજુમાં રહેલા ATMમાં પણ કટર જેવા ધારદાર હથિયાર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો.
જામનગરના નાઘેડીમાં બેન્ક અને ATMમાં ચોરીનો પ્રયાસ - Jamnagar latest news
જામનગરના નાઘેડી ગામમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાત્રિના સમયે ચાર બુકાનીધારી તસ્કરોએ બેંક તેમજ ATMમાં ચોરીની ઘટનાને અંજામ આપતો કિસ્સો CCTVમાં કેદ થયો છે.
જામનગર
જો કે બેન્કમાં રહેલા CCTVમાં આ તસ્કરો આવી ગયા છે અને ત્યાંથી નાસી છૂટયા હતા ગ્રામજનોને સાયરનનો અવાજ આવતા ગ્રામજનો પણ બેંકે પહોંચ્યા હતા અને રાત્રીના સમયે નાસભાગ મચી હતી. મહત્વનું છે કે, આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 15 થી વધુ ચોરીની ઘટનાઓ બની છે. છતાં પણ પોલીસ દ્વારા અહીં તો રાત્રે પેટ્રોલીંગ કરવામાં આવે છે કે ન તો આ ચોર ઉપર કોઈ લગામ લગાવવામાં આવી રહી છે. જેના કારણે તસ્કરો અવારનવાર આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.