જામનગર પથંક વરસાદ વરસવાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જે ખેડૂતોએ વાવણી કરી નથી. તે ખેડૂતો વાવણીના કામે લાગ્યા છે. જામનગર જિલ્લાના ડેમમાં નવા નીરની આવત થઈ છે. સિંહણ ડેમમાં 8 અને કંકાવટી ડેમમાં સાડા 3 ફૂટ નવાં નીરની આવક થઈ છે. શહેર મધ્યે આવેલું લાખા લાખોટા તળાવમાં પણ નવા નીર આવતા શહેરીજનો ઉમટ્યા હતા. ધ્રોલ તાલુકાના લયારામાં 9 ઇંચ, લતીપુરમાં 5 ઇંચ, જાડીયા દેવાણીમાં 4 ઇંચ, હડીયાણામાં 4 ઇંચ, લાખાબાવળમાં 3 ઇંચ, વસઇ અને અલિયાબાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગરમાં જળબંબાકાર, ધ્રોલમાં 9 ઇંચ વરસાદ
જામનગર: જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મનમુકી વરસ્યા છે. વરસાદની રાહ જોઈ બેઠેલા ધરતીપુત્રમાં આનંદની લાગણી છવાઈ છે. ધ્રોલ તાલુકાના લયારામાં 9 ઇંચ, લતીપુરમાં 5 ઇંચ, જાડીયા દેવાણીમાં 4 ઇંચ, હડીયાણામાં 4 ઇંચ, લાખાબાવળમાં 3 ઇંચ, વસઇ અને અલિયાબાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
jamnagar district
વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ પડવાની પણ ઘટના સામે આવી છે. વીજ વાયર પડવાથી એક વ્યક્તિનો પગ પણ કપાયો છે. શાળા-કોલેજમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જામનગરના લયારામાં સૌથી વધુ 9 ઇંચ અને અલીયાબાડામાં સોથી ઓછો 1 ઇંચ વરસાદ નોંધાયો છે.