ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયતમાં 88 અને તાલુકા પંચાયતમાં 359 ફોર્મ માન્ય - ગુજરાત ચૂંટણી 2021

જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 359 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે 85 ફોર્મ અને જામજોધપુર નગરપાલિકાની પેટાચૂંટણી માટે 5 ફોર્મ માન્ય રહ્યાં હતાં.

જામનગર જિલ્લા પંચાયતમાં 88 અને તાલુકા પંચાયતમાં 359 ફોર્મ માન્ય
જામનગર જિલ્લા પંચાયતમાં 88 અને તાલુકા પંચાયતમાં 359 ફોર્મ માન્ય

By

Published : Feb 16, 2021, 4:05 PM IST

  • જામનગરની જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ
  • સિક્કા નગરપાલિકા માટે 85 તથા જામજોધપુર ન.પા.ની પેટા ચૂંટણી માટે 5 ઉમેદવારીપત્ર માન્ય
  • જામજોધપુર ન.પા.ની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માટે ભરાયેલા 6 ફોર્મમાંથી 1 ફોર્મ રદ થયું હતું

જામનગરઃજામનગરની જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભરાયેલા કુલ 152 ઉમેદવારીપત્રોમાંથી 88 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં હતા. સોમવારે ફોર્મ ચકાસણીમાં 63 ફોર્મ અમાન્ય ઠર્યા બાદ 89 ફોર્મ માન્ય રહ્યાં હતાં. આમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હાલ 88 ઉમેદવાર રહ્યાં છે.

ખીમરાણા અને મોરકંડાની સૌથી ઓછી 2-2 બેઠક

અલિયા બેઠક માટે 5, ધૂતારપર માટે 5, ખીમરાણા બેઠક માટે 2, મોરકંડા બેઠક માટે 2, આમરા બેઠક માટે 3, બેડ બેઠક માટે 4, ચેલા બેઠક માટે 2, ધુંવાવ બેઠક માટે 4, ભણગોર બેઠક માટે 3, લાલપુર બેઠક માટે 4, પીપરટોડા બેઠક માટે 4, સિંગચ બેઠક માટે 5, ગીંગણી બેઠક માટે 2, મોટીગોપ બેઠક માટે 5, સત્તાપર બેઠક માટે 4, શેઠવડાળા બેઠક માટે 4, ખંઢેરા બેઠક માટે 3, ખરેડી બેઠક માટે 3, નવાગામ બેઠક માટે 3, નિકાવા બેઠક માટે 3, જોડિયા બેઠક માટે 7, ખારવા બેઠક માટે 4, લતીપુર બેઠક માટે 4, પીઠડ બેઠક માટે 3 મળી કુલ 88 ઉમેદવારો છે.

તાલુકા પંચાયતની 112 બેઠક માટે અધધ 597 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા

જામનગર તાલુકા પંચાયતની કુલ 112 બેઠક માટે 597 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા, જેમાંથી સોમવારે ફોર્મ ચકાસણીમાં 238 ફોર્મ રદ થયા છે અને 359 ફોર્મ માન્ય રહ્યા છે, જેમાં જામનગર તાલુકા પંચાયત માટે 84, કાલાવડ તાલુકા પંચાયત માટે 58, લાલપુર તાલુકા પંચાયત માટે 62, જામજોધપુર તાલુકા પંચાયત માટે 72, ધ્રોલ તાલુકા પંચાયત માટે 40 અને જોડિયા તાલુકા પંચાયત માટે 43 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે.

સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની માત્ર 28 બેઠકો માટે 111 ઉમેદવારીપત્ર ભરાયા

સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 111 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાંથી સોમવારે ફોર્મ ચકાસણી બાદ 26 ફોર્મ રદ થયા હતાં અને 85 ફોર્મ માન્ય રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં એક માટે 12, વોર્ડ નંબર 2 માટે 16, વોર્ડ નંબર 3, 4 અને 5માં 12-12, વોર્ડ નંબર 6માં 11 અને વોર્ડ નંબર 7માં 9 ઉમેદવારીપત્રો મળી કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. જામજોધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માટે કુલ 6 ફોર્મ ભરાયા હતા, જેમાંથી એક ફોર્મ રદ્ થયું છે. જ્યારે 5 ફોર્મ માન્ય રહ્યાં છે.

મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ચિત્ર સ્પષ્ટ થશે

મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ફોર્મ પરત ખેંચાયા બાદ જામનગર જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં કેટલાં ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

ABOUT THE AUTHOR

...view details