આજના સમયમાં સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. હવે કૉલેજો દ્વારા પણ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં મહિલા કૉલેજમાં સ્વાસ્થયની જાગૃતિને લઇને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 430 યુવતીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરીને ચેકઅપ કરાવ્યું હતું. તેમજ વોલન્ટરી બ્લડ બેંક અને એ. કે. દોશી મહિલા કૉલેજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની કૉલેજમાં યુવતીઓએ કરાવ્યું થેલેસેમિયા ચેકઅપ, રક્તદાનનું કેમ્પનું આયોજન કરાયું - blood donation
જામનગર: શહેરની મહિલા કૉલેજ ખાતે 430 યુવતીઓએ થેલેસેમિયાનું ચેકઅપ કરાવ્યું હતું. જે આજના સમયમાં ખૂબ જરૂરી છે. આ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની કૉલેજમાં 430 યુવતીઓએ કરાવ્યું થેલેસેમિયા ચેકઅપ, રક્તદાનનું કેમ્પનું કરાયું આયોજન
મહિલા કૉલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર મોટાભાગની યુવતીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો. સાથો-સાથ રક્તદાન કેમ્પમાં પણ યુવતીઓએ ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે બ્લડ પણ એકઠું કરવામાં આવ્યું હતું. યુવાઓને થેલેસેમિયા વિશે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી વિવિધ સંસ્થાઓ દ્વારા થેલેસેમિયા ચેકઅપ અને રક્તદાન કરવામાં આવે છે.