હાલ જી. જી. હોસ્પિટલમાં 14 દર્દી એડમિટ છે, તો ચાલુ સિઝન સ્વાઈન ફ્લૂથી 14 જેટલા દર્દીના મોત નીપજ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ અજગરની જેમ ભરડો લીધો છે.
જામનગરમાં સ્વાઈન ફ્લૂ વકર્યો, 4 દિવસમાં 4ના મોત - hospital
જામનગર: શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો રોગચાળો દિન પ્રતિદિન બેકાબુ બનતો જાય છે. તેવામાં જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં 4 સ્વાઈન ફ્લૂના દર્દીના મોત નીપજ્યા છે. જેમાં દ્વારકાના 70 વર્ષના વૃદ્ધ દર્દીનું મોત થયું છે.
Swine flu
મહત્વનું એ છે કે, પોરબંદરના ત્રણ દર્દીઓના ત્રણ દિવસ દરમિયાનમાં સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે મોત થયા છે, તો શનિવારે દ્વારકાના વતની વિરાભાઈ નામના 70 વર્ષના વૃદ્ધને સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનું મોત થયું છે.