જામનગરઃ દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીના ત્રણ શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવ્યા હતાં. જેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ચાર દિવસ બાદ આ ત્રણેય વ્યકિતઓનાં રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જામનગર લેબમાં પરિક્ષણ કરાયેલા ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ - કોરોનાનું પરીક્ષણ
જામનગરની જી.જી. હોસ્પિટલની લેબમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પરિક્ષણ માટે મોકલવામાં આવેલા ત્રણેય શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગર લેબમાં પરીક્ષણ કરાયેલ ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ...
જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 187 સેમ્પલના રિપોર્ટ પરીક્ષણ કરાયા હતાં. જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ અને જામનગરની લેબમાં જ કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટનુ પરીક્ષણ કરવામાં આવતું હતું. જોકે હવે અન્ય જિલ્લામાં પણ આ લેબને મંજૂરી આપવામાં આવી છે. સોમવારે પરિક્ષણ કરવામાં આવેલા ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય ખાતાએ હાશકારો અનુભવ્યો છે.