ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં રાજપૂત સમાજના 20મો સમૂહલગ્નોત્સવ, 22 નવદંપતીના પ્રભુતામાં પગલા - રાજપૂત સમાજના 20માં સમૂહ લગ્ન

જામનગર ખાતે 20મા સમૂહ લગ્નનું આયોજન રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 22 નવદંપતીઓને સુખી દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલા પાડ્યાં હતા.

aaa
જામનગરમાં રાજપૂત સમાજના 20માં સમૂહ લગ્નનું કરાયું આયોજન

By

Published : Feb 19, 2020, 1:47 PM IST

જામનગર ખાતે 20માં સમૂહ લગ્નનું આયોજન રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંસલાના પ.પૂ.ધર્મબંધુજી મહારાજએ ઉપસ્થિત રહી 22 નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના શુભઆશિષ આપ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે સમાજશ્રેષ્ઠીઓનું તેમજ સમૂહ લગ્ન સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રાજપૂત સમાજના 20માં સમૂહ લગ્નનું કરાયું આયોજન
આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજપૂત સમાજની વર્ષોથી ચાલી આવતી આ રીતીને શ્રેષ્ઠ જણાવી હતી અને કહ્યું હતું કે, સમૂહલગ્નમાં માત્ર પરિવાર નહીં સમાજનાં વડીલોના આશીર્વાદ મેળવી નવદંપતિઓ નવજીવનનો પ્રારંભ કરે છે. આ તકે નવદંપતીઓને આશીર્વચન પાઠવી રાજ્યપ્રધાનએ પુત્રવધૂને દીકરી સમાન માની સમાજના ઉત્થાનમાં સહભાગી બનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ લગ્નોત્સવમાં રાજપૂત સમાજના પ્રમુખી પી.એસ.જાડેજા, ઉપપ્રમુખ સી.આર.જાડેજા, કાર્યકારી પ્રમુખ નવલસિંહ જાડેજા, સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જોઇન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ કે. જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય ગોવુભા જાડેજા, રાજપૂત યુવા સંઘના મહામંત્રી નિલેશસિંહ જાડેજા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ કે. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા, જામનગરના ડી.વાય.એસ.પી. એ.પી.જાડેજા, જામનગરના પી. આઇ. રાઠોડ, ગોહિલ, વાળા, ચુડાસમા તથા નવદંપતીઓ અને તેમના પરિવારો, તેમજ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details