ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મોસમના બીજા વરસાદમાં વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત - dead

જામનગરઃ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ રાહત અનુભવી છે. ત્યારે મૌસમના બીજા વરસાદમાં આકાશી વીજળી પડતા બે વ્યક્તિના મૃત્યું થયા છે.

jamanagar

By

Published : Jul 23, 2019, 10:35 PM IST

જામનગરના હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા ગૌતમ પરમાર નામ યુવાન સ્નાન કરી રહ્યો હતો, ત્યારે એકાએક વીજળી પડતાં બેભાન થઈ ગયો હતો. જેથી યુવાનના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરોએ ગૌતમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી તરફ જામનગર જિલ્લાના લાલપુરના સિંગચ ગામે 25 વર્ષીય યુવક પર પણ વીજળી પડતા તેનું મોત થયા છે.

જામનગરમાં વિજળી પડતા બે વ્યક્તિના મોત

ABOUT THE AUTHOR

...view details