ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમ ઝડપાયા - Gujaratinews

જામનગર: જિલ્લામાં આવેલા મિયાત્રાગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા હતા. સાથે જ વિદેશી દારૂની બોટલો મળીને કુલ 52 હજારનો મુદ્દામાલ LCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમ ઝડપાયા

By

Published : Jul 10, 2019, 2:49 PM IST

જિલ્લાના પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન અને LCB PI આર.એલ. ડોડિયાની સુચના મુજબ LCB સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB સ્ટાફના ભગીરથસિંહ, રાજદીપ ધાઘલ તથા અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે મિયાત્રાની સીમમાં રેડ પાડવામાં આવી હતી.

આ રેડ દરમિયાન આરોપી રામદેવ ઉર્ફે રામ કરમુર તેમજ રાજુભા પરમાર ઝડપાયા હતા. સાથે જ વિદેશી દારૂની બોટલો સહિત કુલ 52 હજારનો મુદ્દમાલ ઝડપાયો હતો. પોલીસમેનની ફરિયાદના આધારે PSI ડે.કે.ગોહીલે આરોપીઓની ધરપકડ કરીને પ્રોહીબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદેશી દારૂ સપ્લાય કરનાર વનરાજસિંહ ઉર્ફે મુનો વાગડને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details