જામનગરમાં જૈન કુંવરબા ધર્મશાળામાં હાલ ફૂડપેકેટ બનાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, જામનગરના 12 ગામમાંથી 14 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને જમવાનું મળી રહે તે માટેની પણ વ્યવસ્થાઓ સંસ્થાઓ દ્વારા કરી આપત્તિના સમયે સહયોગ આપવામાં આવી રહ્યો છે.
જામનગરમાં વાવાઝોડાને કારણે 12 ગામમાંથી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયું - people
જામનગરઃ સૌરાષ્ટ્ર પર 'વાયુ' વાવાઝોડાની અસર થવાની છે, ત્યારે જામનગરમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જનજીવન પર વાયુ વાવાઝોડાની અસર જેમ બને તેમ ઓછી થાય તે માટે એક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સાથે જ જામનગરની 8 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ વાવાઝોડાને લઈ લોકોની મદદ માટે આગળ આવી છે.
જામનગર
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો હોવાથી ઘણા બધા તાલુકાઓના ગામડાઓ દરિયા કિનારે વસેલા છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે.