ગીરસોમનાથ:ગીર સોમનાથના વેરાવળમાં ટાવર ચોક પાસે આવેલા જાહેર ઉદ્યાન અને બજરંગ સોસાયટીમાં યોગ કલાસ ચલાવવામાં આવે છે. શહેરની જાહેર જનતા યોગ કરી પોતાના સ્વાસ્થ્યની કાળજી લે અને નિરોગી જીવન જીવે તેવા હેતુથી આ યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીના સમયમાં પણ લોકો આ નિ:શુલ્ક યોગ ક્લાસનો લાભ લઈ તણાવમુક્ત જીવન શૈલી અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગીર સોમનાથ: સરકારના નિઃશુલ્ક યોગ કેમ્પની સરપ્રાઈઝ વિઝિટ કરતા યુવા વિકાસ અધિકારી - ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં નિઃશુલ્ક ચાલતા યોગ ક્લાસમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીએ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે અન્ય લોકો સાથે યોગ સેશનમાં પણ ભાગ લીધો હતો.
ગીરસોમનાથમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીએ યોગ ક્લાસની સરપ્રાઈટ વિઝીટ કરી
જોકે આ યોગ ક્લાસની સરપ્રાઈઝ વિઝિટ લેવા અહીંના જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા અને જિલ્લા રમતગમત અધિકારી અશ્વિન સોલંકી આવ્યા હતા. વિઝિટ દરમિયાન તેઓએ યોગ ક્લાસમાં વિવિધ યોગ પણ કર્યા હતા. તેમણે યોગ ટ્રેનર દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી અને યોગ અભ્યાસુઓને યોગ અને પ્રાણાયામ થકી નિરોગી અને સુખમય જીવનની શુભેચ્છા પાઠવી હતી.