ગીર સોમનાથઃ કોરોના વૈશ્વિક મહામારીમાં સ્વચ્છતા બાબતે સરકાર અને અનેક એનજીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના કરીમનગર પ્લોટ ખાતે નાબાર્ડ સંસ્થા અને આગા ખાન સંસ્થાના સહયોગથી સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ કાર્યશિબિર યોજાઈ હતી.
ગીર સોમનાથના ચિત્રાવડ ગામમાં સ્વચ્છતા માટે મહિલાઓને જાગૃત કરાઈ - સ્વચ્છતા જાગૃતિ શિબિર
કોરોના વૈશ્વિક મહામારીમાં સ્વચ્છતા બાબતે સરકાર અને અનેક એનજીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના કરીમનગર પ્લોટ ખાતે નાબાર્ડ સંસ્થા અને આગા ખાન સંસ્થાના સહયોગથી સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ કાર્યશિબિર યોજાઈ હતી.
ગીરસોમનાથના ચિત્રાવડ ગામમાં સ્વચ્છતા માટે મહિલાઓને જાગૃત કરાઈ
ગીર સોમનાથ જિલ્લાના નાબાર્ડ બેન્કના અધિકારીઓએ મહિલાઓને જાગૃતિ માટે જણાવ્યું હતું કે, કોવિડ-19ની મહામારીમાં સ્વચ્છતાનું પાલન કરવું જરૂરી છે. નિયમિત હાથ સાફ કરવા, માસ્કનો ઉપયોગ કરવો, સામાજિક અંતર રાખવું, શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત સરકાર અને બેન્કની જુદી-જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ તકે સખી મંડળની મહિલાઓ પણ સહભાગી થઈ હતી. શિબિરમાં સહભાગી થયેલ તમામ મહિલાને નાબાર્ડ સંસ્થા દ્વારા સ્વચ્છતા માટેની હાઈજિન કિટ આપવામાં આવી હતી.