ધાવાગીર(ગીર સોમનાથ) જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં સગીર યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો પોલીસને પ્રાપ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને ગીર સોમનાથ જિલ્લા પોલીસનો કાફલો યુવતીની બલીના ઇરાદે હત્યા કરવામાં આવી છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી છે. (murder in gir somnath)જિલ્લા પોલીસના બાતમીદારો દ્વારા પોલીસ ને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસનો કાફલો ધાવાગીર મુકામે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અહીંથી મૃતદેહના અવશેષ સહિત મોટાભાગના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ યુવતી ની હત્યા બલિ માટે કરવામાં આવી છે કે કેમ તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.
અંધશ્રધ્ધામાં યુવતીની માનવ બલી, શંકામાં પોલીસે હાથ ધરી તપાસ - human sacrifice
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં સગીર યુવતીની બલી માટે હત્યા કરાઇ હોવાની પોલીસ સૂત્રોને મળેલી જાણકારી બાદ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. (murder in gir somnath) સમગ્ર મામલામાં હકીકતની તપાસ કરવા માટે તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એકત્ર કરેલા પુરાવાને આધારે સગીર યુવતીની બલીના ઇરાદે હત્યા કરવામાં આવી છે કે કેમ, તેને લઈને પોલીસ વધુ તપાસ બાદ કેટલાક ખુલાસાઓ કરશે.
તપાસ શરૂ કરી છે:હાલ સમગ્ર મામલામાં કોઈ ફરિયાદી સામે આવ્યા નથી, પરંતુ પોલીસ તેમના ખબરીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીને આધારે તપાસ શરૂ કરી છે. અહીંથી તમામ પુરાવાઓ એકત્ર કરીને તેના પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સમગ્ર ઘટનાને લઇને માહિતી આપતા જણાવ્યું હતું કે "મૃતક સગીર યુવતીના પિતા સહિત અન્ય ત્રણ ચાર વ્યક્તિઓની પોલીસે તપાસ અર્થે અટકાયત કરી છે. મૃતક યુવતીના પિતા સમગ્ર મામલાને લઈને પોલીસને યોગ્ય પ્રતિભાવ અને પ્રત્યુત્તર આપી રહ્યા નથી. વધુમાં તેમની સાથે અન્ય ચાર શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટક કરીને ખૂબ જ ગંભીરતાથી પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે."
હત્યા બલી ચઢાવવા માટે:સમગ્ર ઘટના સ્થળ પરથી જે પુરાવાઓ મળ્યા છે તે તમામ પુરાવાઓ પોલીસ દ્વારા ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનું રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલા પર થી વધુ કેટલાક ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અટકાયત કરાયેલા મૃતક યુવતીના પિતા અને અન્ય ચાર વ્યક્તિઓની પૂછપરછ પણ ચાલી રહી છે. ફોરેન્સિક લેબોરેટરી નો રિપોર્ટ અને પૂછપરછમાં પ્રાપ્ત થયેલી વિગતોને આધારે યુવતીની હત્યા બલી ચઢાવવા માટે કરવામાં આવી છે કે કેમ તેને લઈને આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોઈ ખુલાસો કરશે તેવી વિગતો જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ આપી હતી