- આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર સોમનાથ મંદિરની બહાર થયો હુમલાનો પ્રયાસ
- ગોપાલ ઇટાલિયા પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા
- ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયા નો દાવો
ગીર-સોમનાથ: આમ આદમી પાર્ટી છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં પગ જમાવવાની કોશિશ કરી રહી છે. સુરતમાં સામાન્ય ચૂંટણીમાં જીત મળતા પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી હતી. જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના આપમાં જોડાયા પછી પાર્ટી દ્વારા જનસંપર્ક સાંધવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે ઈસુદાન ગઢવી અને ઈટાલીયા સોમનાથ મંદિરમાં દર્શન કરી કોરોના પિડીત પરીવારને મળવા જવાના હતા પણ તે પહેલા તેમની પર ભાજપ પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું ઈટાલીયાએ જણાવ્યું હતું.
ભાજપના ગુંડાતત્વો
ઈસુદાન અને ઈટાલીયા પર કરવામાં આવલા હુમલા અંગે ઈટાલીયા પોલીસમાં ફરીયાદ કરવા પહોંચ્યા હતા ત્યા તેમણે પત્રકારને જણાવ્યું હતું કે, તેમના અને ઈસુદાન ગઢવી પર ભાજપના ગુંડાતત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પણ કાર્યકર્તાઓને કારણે તે બંન્ને સુરક્ષીત ત્યાથી નિકળી શક્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર