- કોડીનાર બાય પાસ પાસે એક સિંહણ અને તેના બે બચ્ચા પહોંચ્યા
- કોડીનારનાં દુદાણા ગામ નજીક હાઈવેની બાજુમાં કર્યું વાછરડાનું મારણ
- વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતાં સિંહ દર્શન માટે લોકો ઉમટ્યા
કોડીનાર: ગીર જંગલના રાજા એવા સિંહો વારંવાર ખોરાકની શોઘમાં ફરતાં ફરતાં શહેરના સીમાડે અને ગ્રામ્ય વિસ્તારોની શેરીઓ સુઘી પહોંચી મારણ કર્યાની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે જોવા મળે છે. આવી જ વઘુ એક ઘટના ગઇકાલે 25 ફેબ્રુઆરીએ રાત્રીના જીલ્લાના કોડીનાર પંથકમાંથી સામે આવી છે. જેમાં એક સિંહણ તેના બે બચ્ચા સાથે કોડીનાર બાયપાસ પાસે દુદાણા ગામની હાઇવેની એક સાઇડમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી.