ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળ પોલીસને મળી મોટી સફળતા, અપહરણના આરોપીને મધ્યપ્રદેશથી ઝડપ્યો - Crime news

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ જી.આઈ.ડી.સી.માંથી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપીની પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અપહરણનો આરોપી ઝડપાયો
અપહરણનો આરોપી ઝડપાયો

By

Published : Feb 2, 2021, 4:31 PM IST

  • વેરાવળ જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ
  • આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

વેરાવળ : જિલ્લાની જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ કરી સગીરે એક શખ્સ ભગાડી લઈ ગયો હતો. આ અંગે સીટી PI ડી.ડી.પરમારે માહિતી આપતા જણાવ્યુ કે, વેરાવળ GIDC વિસ્તારમાંથી ગત 11 જાન્યુઆરીના રોજ સગીર વયની દિકરીને મચ્છીનો કામ- ધંધો કરતો શખ્‍સ સની કોલીયા ગોદડીયાએ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી મધ્યપ્રદેશ ખાતે ભગાડી લઈ ગયો હતો. જે અંગે વેરાવળ પાલીસમાં સગીરાના વાલીએ ફરીયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આરોપી સામે અપહરણ તથા પોક્સો હેઠળનો ગુનો નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા પીએસઆઇ બી.એન.મોઢવાડીયા સહિતના સ્‍ટાફની એક ટીમને તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. જયાં ટીમએ તપાસ હાથ ઘરી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કાલીદેવી પોલીસના હદ વિસ્તારમાંથી આરોપી સુનિલ ઉર્ફે સની કોલીયાભાઇ ગોદડીયાને તથા ભોગ બનનારને ઝડપી લીધા હતા.જે બાદ બન્ને વેરાવળ લાવી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details