- સર્પએ ડંશ મારતાં બંન્ને બહેનોના મોત નીપજ્યા
- બંન્ને દીકરીઓની સવારે તબીયત લથડી
- બે દીકરીઓની અણધારી વિદાયથી પરીવારજનો શોકમાં ગરકાવ
ગીર સોમનાથ:ઉના તાલુકાના લામધાર ગામે રહેતા ખેડૂત પરીવારની બે દીકરીઓને રાત્રીના સૂતી હતી તે દરમિયાન ઘરમાં આવી ચડેલા સર્પે ડંશ (snack bite) મારી દીધો હતો. સવારે બંન્ને દિકરીઓની તબિયત બગડતા પરીવારજનો હોસ્પીટલએ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબએ બંન્નેને મૃત જાહેર કરતા પરીવાર ભાંગી પડયો હતો. આ ઘટનાને લઈ નાના એવા ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
ડંશ મારી સાપ ઘરના ખુણામાં છુપાઈ ગયો હતો
દીકરી એટલે વ્હાલનો દરીયો પણ જ્યારે દીકરીઓની અણધારી વિદાય થાય ત્યારે ભલભલા ભાંગી જાય છે. ત્યારે આ વાતને સાર્થક કરતી કરૂણ ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધર ગામમાં રહેતા કોળી પરીવાર સાથે બની છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ લામધાર ગામમાં બસ સ્ટેશન નજીક રહેતા ભરતભાઈ રામભાઈ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક દિકરો મળી ચાર સંતાનો છે. તેમની મોટી દીકરી નિધીબેન (ઉ.વ.13) અને તેમજ વાનિકા (ઉ.વ.10) ગત રાત્રીના પરીવારજનો સાથે જમ્યા બાદ પોતાનાં રૂમમાં સુઈ ગઈ હતી. દરમિયાન મધરાત્રીએ અચાનક ઘરમાં આવી ચડેલ ક્રોક નામના ઝેરી સર્પએ નિંદ્રા અવસ્થામાં રહેલા બંન્ને દીકરીઓને ડંશ મારી સાપ ઘરના ખુણામાં છુપાઈ ગયો હતો.
આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત