ગીર સોમનાથઃ વૈશ્વિક મહામારી કોરોના સામે હવે લોકો સ્વયંભૂ જાગૃતી બતાવી રહ્યાં છે. વેરાવળમાં આવેલા તપેશ્વર રોડના વેપારીઓએ સવારે 9થી સાંજે 6 સુધી જ દુકાનો ખોલવા નિર્ણય કર્યો છે. મહામારી સામે લોકજાગૃતિ ખૂબ જ જરૂરી છે, તેનો દાખલો બેસાડ્યો છે. સૌને અમલ કરવા કર્યું આહવાન.
વેરાવળના તપેશ્વર વિસ્તારમાં વેપારીઓ 6 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ પાળશે - gir somnath traders
વૈશ્વિક મહામારી કોરોના સામે હવે લોકો સ્વયંભૂ જાગૃતી બતાવી રહ્યાં છે. વેરાવળમાં આવેલા તપેશ્વર રોડના વેપારીઓએ સવારે 9થી સાંજે 6 સુધી જ દુકાનો ખોલવા નિર્ણય કર્યો છે. મહામારી સામે લોકજાગૃતિ ખૂબ જ જરૂરી છે, તેનો દાખલો બેસાડ્યો છે. સૌને અમલ કરવા કર્યું આહવાન.
વેરાવળ સોમનાથમાં ધીમી ગતિએ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આંકડો 200 સુધી પહોંચ્યો છે, ત્યારે વેરાવળ શહેરમાં આવેલા મુખ્ય મનાતા તપેશ્વર બજાર કે જ્યાં 250 જેટલા વેપારીઓ છે. જેમણે વોટસપ ગૃપ દ્વારા તમામ વેપારીઓની સહમતિ સાથે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે.તો અન્ય શહેરી વેપારીઓને પણ અપીલ કરી છે.
તેઓનું કહેવું છે કે, આ મહામારી સામે માત્ર તંત્ર એકલુ સામનો ન કરી શકે ત્યારે સૌ ને સ્વયંભૂ નિયમો સાથે વેપાર ધંધા કરવા અપીલ કરી છે. તો આ પહેલને લોકો પણ આવકારી રહ્યાં છે.