- નુકસાનીનો સર્વે 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે
- ઉનાના દરીયાકાંઠા વિસ્તારોમાં ખૂબ જ નુકસાન
- અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લીધી
ગીર-સોમનાથ જિલ્લાનાં ત્રણ તાલુકામાં તૌકતેની ખુબ જ ખરાબ અસર વર્તાઈ છે જેમાં ઉના તાલુકાના દરીયા કાંઠાના ગામોમાં ખુબ જ નુકસાન થયુ છે. ગુરુવારે ઉર્જા મંત્રી તેમજ જીલ્લા કલેકટર સહીતની એક ટીમ આવા ગામડાઓમાં પહોંચી હતી અને અસર ગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ નુકસાનની અંગેની માહિતી મેળવી હતી. નુકસાન થયેલા તમામનું 10 દિવસમાં સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા તેમજ વિજ પુરવઠા માટે 35 જેટલી ટીમો કામગીરી કરી રહી છે જે આવનાર બે દિવસમાં પુર્ણ થશે.
વહેલી તકે કરવામાં આવશે મદદ
જીલ્લા કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે સહિતના અધિકારીઓએ ઉના તાલુકાના અંજાર રોડ પરના ઇમામ નગરનાં વાડી વિસ્તાર અને નાળીયેર, આંબાને થયેલ નુકસાનની વિગતો વાડી માલીક રફીકભાઇ પાસે મેળવી હતી અને સર્વે થયા પછી સરકારી નિયમો અનુસાર સહાય કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. કલેકટરે ઉના પ્રાંત કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી હતી.
ઉનામાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સર્વે કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે આ પણ વાંચો : 'તૌકતે' વાવાઝોડાને કારણે સલામત સ્થળે ખસેડાયેલા જસદણ અને વિછીંયા તાલુકાના 1,208 લોકોની કરાઈ ઘર વાપસી
નુક્શનાનો સર્વે 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે સર્વે
આ અંગે કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે બાગાયત પાકો તેમજ તલ, બાજરી, અડદ ખેત પેદાશોને થયેલ નુકશાન અંગે સર્વે 10 દિવસમાં પુર્ણ કરવામાં આવશે તેમજ ઉના શહેરમાં 35 વીજ કંપની ટીમો કાર્યરત છે. વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે અને જનરેટર સેટ દ્વારા પાણી પુરવઠો ચોવીસ કલાકમાં ચાલુ કરવામાં આવશે.
ઉનામાં તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સર્વે કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તમામ રસ્તાઓ ખુલ્લા
ગીર-સોમનાથ જીલ્લાનાં 22 સ્ટેટ હાઇવે ખુલ્લા કરવામાં આવ્યા છે. કોઇ પણ ગામના રસ્તાઓ બ્લોક નથી. માનવ મૃત્યુના કિસ્સામાં એક જ દિવસમાં સહાય ચુકવવા જણાવ્યું હતું. પશુ મૃત્યુનો વ્હેલી તકે સર્વે કરી તેમને પણ ઝડપી સહાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેકટરે ઉપસ્થિત તમામ અધિકારીઓને તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં કરવાની થતી કામગીરી વ્હેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખટાલે, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, કાર્યપાલક ઇજેનેર ચારણીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.