- યુવક મહોત્સવમાં 18 મહાવિદ્યાલયના 87 ર્સ્પધકો બન્યા સહભાગી
- અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
- અતિથિઓના સાનિધ્યમાં કાર્યક્રમ સફળ રહ્યો
ગીર સોમનાથ: આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ગોપબંધુ મિશ્રા, કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સના કુલપતિ પ્રો.હરેકૃષ્ણ શતપથી અને યુવક મહોત્સવના માર્ગદર્શક ડો.દશરથ જાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમના આરંભે યુનિવર્સિટીના છાત્રએ મંગલાચરણ કર્યું હતું. ત્યારબાદ ડો.શત્રુઘ્ન પાણીગ્રાહીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ડો.જયેશકુમાર મુંગરાએ યુવક મહોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તકે મુખ્ય અતિથિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના આ આયોજનને સકારાત્મક જણાવી, તમામ યુવાનો ભારતને અગ્રેસર કરવામાં સહયોગી બને એવી અપીલ કરી હતી. સાથે-સાથે યુવાનોમાં આવા કાર્યક્રમો દ્વારા નૈતિકતાના મૂલ્યો વિકસતાં હોય છે માટે યુવાનો સક્ષમ અને સકારાત્મક બને એવી આશા વ્યક્ત કરી હતી. અધ્યક્ષ તરીકે ઉપસ્થિત પ્રો. ગોપબંધુ મિશ્રજીએ તમામ યુવાનોને પ્રેરિત કરનારું ઉદ્બોધન કર્યું હતું. અલગ-અલગ સ્પર્ધાનું પરિણામ ડો. જયેશ કુમાર મૂંગરાએ જાહેર કર્યું હતું. માનનીય કુલપતિ પ્રો ગોપબંધુ મિશ્રજીએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના અધ્યાપકો અને છાત્રો તથા વિવિધ મહાવિદ્યાલયોના અધ્યાપકો અને છાત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઓનલાઇન યુવક મહોત્સવના ભાગરૂપે વાદવિવાદ, આશુભાષણ, સુભાષિત ગાન અને સંસ્કૃત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો છે.
તમામ સ્પર્ધાઓનું સંચાલન યુનિવર્સિટીના અધ્યાપકોએ કર્યું
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ધન્યવાદક થન મહાવિદ્યાલયના પ્રાચાર્ય શ્રી ડો. નરેન્દ્ર કુમાર પંડ્યાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળ બને તે માટે કુલસચિવ શ્રી ડો. દશરથ જાદવે સતત માર્ગદર્શન આપ્યું હતું. અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિત કુમાર પટેલ, કાર્યકારી અધ્યક્ષ ડો. શત્રુઘ્ન પાણીગ્રાહીજી અને મહાવિદ્યાલયના પ્રાચાર્ય શ્રી ડો. નરેન્દ્રકુમાર પંડ્યાજીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના અધ્યાપકો અને છાત્રો તથા વિવિધ મહાવિદ્યાલયોના અધ્યાપકો અને છાત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.