ગીરસોમનાથ: હાઈકોર્ટના ન્યાયધીશ સોમનાથના શરણે: ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ ગુરૂવારે સહ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે તેમના પતિ અને પુત્ર પણ સાથે હતા. બે દિવસના રોકાણ બાદ સુનિતા અગ્રવાલે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મંદિરની સાથે કૃષ્ણ દેહોત્સર્ગ મંદિર ગૌલોક ધામ અને રામમંદિરના પણ દર્શન કર્યા હતાં. પ્રથમ વખત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોમનાથ દર્શને આવેલા સુનિતા અગ્રવાલ એ સોમનાથ મહાદેવની પૂજા જળાભિષેક અને સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો. મુખ્ય ન્યાયધીશ સુનીતા અગ્રવાલ એ સોમનાથ મહાદેવને પૂજન સામગ્રી પણ અર્પણ કરી હતી
'માઈ લોર્ડ' સોમનાથ મહાદેવ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલે પરિવાર સાથે કર્યા સોમનાથમાં દાદાના દર્શન
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સોમનાથ દાદાની પૂજા અને જળાભિષેક કર્યો હતો. ત્યારબાદ તેમણે સહ પરિવાર સોમનાથમાં આવેલા રામમંદિર ખાતે શ્રી રામ નામ લેખન મહાયજ્ઞમાં પણ હાજરી આપી હતી. સોમનાથ દાદાના દર્શન કરીને હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ અને તેમના પરિવારે ધન્યતા અનુભવી હતી.
Published : Nov 17, 2023, 6:44 AM IST
રામ-નામ લેખનમાં આપી હાજરી:સોમનાથની મુલાકાતે આવેલા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલએ તેમના પતિ અને પુત્ર સાથે સોમનાથ નજીક આવેલા રામ મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ તકે અયોધ્યામાં નવનિર્મિત થઈ રહેલા ભગવાન શ્રીરામના જન્મોત્સવ સ્થળે દિવ્ય રામ મંદિરનું નિર્માણ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે, જેનું લોકાર્પણ આગામી જાન્યુઆરી માસમાં થનાર છે. ત્યારે સોમનાથના રામ મંદિરમાં પણ શ્રી રામ નામ લેખન મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં લેખનના જે ગ્રંથો તૈયાર થશે તેને અયોધ્યા રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે પણ મોકલવામાં આવશે. જેમાં પણ સુનિતા અગ્રવાલે તેમના પરિવાર સાથે સહભાગીતા દર્શાવીને રામ નામ લેખન મહાયજ્ઞમાં હાજર રહ્યા હતા.
અનુભવી ધન્યતા: મહત્વપૂર્ણ છે કે, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથમાં દેવાધીદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જે લાખો કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, અહીં દરોજ્જ લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશે પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.