ક્યાર વાવાઝોડાના કારણે એકતરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ માછીમારી કરી રહેલા માછીમારોને નજીકના બંદરોમાં આશ્રય લેવા સૂચન કર્યું છે, ત્યારે તામિલનાડુની 40થી વધુ બોટ ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ માછીમારી બંદર પર આવી હતી. 2 દિવસ બાદ જ્યારે તેઓ પાછા તામિલનાડુ જવા માંગતા હતા, ત્યારે તેઓને ખબર પડી કે મહા નામનું મહાકાય વાવાઝોડું પાછળ જ આવી રહ્યું છે. જેના કારણે તેઓ 13 દિવસથી અહીં ફસાયા છે.
વેરાવળમાં 40થી વધુ તામિલનાડુની બોટ ફસાઈ, રાશન-પાણી-ડીઝલ વગર 600 જીવન હેરાન... - દરિયામાં ફસાયેલી બોટ
ગીરસોમનાથઃ ઇટીવી ભારત દેશની 13 ભાષાઓમાં સમાચાર આપવાની સાથે દેશના દરેક ખૂણે પહોંચ ધરાવતું માધ્યમ છે. ત્યારે etv ભારતે તામિલનાડુથી નીકળેલા અને ગુજરાતમાં ફસાયેલા 600 જેટલા માછીમારોની સમસ્યાને કેન્દ્ર સરકાર અને તામિલનાડુ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ફરી એકવાર સાબિત કર્યું કે ઇટીવી માત્ર સમાચાર સંસ્થા નહી પણ સામાજિક સમાચાર સંસ્થા છે.
tamil-fisherman-etv-exclusive
ફસાયેલા માછીમારોનો ગંભીર આરોપ છે કે કેન્દ્ર સરકાર કે તમિલનાડુ સરકાર દ્વારા એક વાર પણ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કરાયો. તેમજ તેમનું રાશન અને પાણી ખૂટી ગયા છે. ઉપરાંત ડિલ્બ પણ ખૂટવા આવ્યું છે. તેઓ ભૂખ થી ટળવળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને વહેલીતકે તામિલનાડુ જવા મદદ કરવામાં આવે તેવી ઇટીવી ભારતના માધ્યમથી કેન્દ્ર સરકાર અને તામિલનાડુ રાજ્ય સરકારને મદદ માટે વિનંતી કરી છે.
Last Updated : Nov 6, 2019, 4:52 PM IST