ગીર સોમનાથ: તાલાલા ગીરના જંગલ (Talala Gir Forest)માં સિંહદર્શન માટે ગયેલાં આણંદના 2 અને સુરવા ગીરનો એક સ્થાનિક મળી 3 શખ્સોને વન વિભાગ (Gir Forest Department)ના સ્ટાફે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન આંટાફેરા કરતા ઝડપી લીધા હતા. વન વિભાગ દ્વારા ત્રણેય શખ્સો પાસેથી નિયમોનુસાર રૂપિયા 45 હજારના દંડની વસૂલાત (Fine For Illegal Lion Show In Gir) પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Fear of lions among farmers: ગીર સોમનાથના વિઠલપુરમાં સિંહના ધામાથી ખેડૂતોમાં ભય
રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં ઝડપ્યા-આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લાના તાલાલા ગીર તાલુકાના સુરવા ગીર ગામ નજીક (surva gir village)ના પી.એફ.ના જંગલ વિસ્તારમાં RFO બિમલ ભટ્ટ તથા ફોરેસ્ટર સ્ટાફ્ના પી.એન.બાકુ તથા વાળાભાઈ રાત્રી પેટ્રોલિંગ (night patrolling in gir forest)માં નીકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રીના સિંહદર્શન માટે પી.એફ. જંગલમાં આંટાફેરા કરતા રોહન પ્રવીણભાઈ પરીખ તથા પ્રવીણ નગીનદાસ પરીખ બંન્ને રહે. આણંદ તથા બ્લોચ આસિફ મુસ્તાક રહે. સુરવા ગીર તા.તાલાલા વાળા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો:International Women's Day: 'સિંહણ' બનીને મહિલા કર્મચારીઓ ગીરના જંગલ અને હિંસક પ્રાણીઓની કરી રહી છે દેખભાળ
45 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો- ત્રણેય શખ્સોને જંગલમાંથી પકડી પાડી જંગલમાં જવાની મંજૂરી રજૂ કરવા જણાવવામાં આવ્યું હતુ. જે તેઓ પાસેથી ન હોવાથી વન વિભાગના સ્ટાફે સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસેલા ત્રણેય શખ્સો પાસેથી વન વિભાગના કાયદા મુજબ રૂપિયા 45 હજારનો દંડ વસૂલ કર્યો હતો.