STSangamam: સોમનાથ પરિસરમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ, આવું મસ્ત વેલકમ થયું ગીર સોમનાથઃમુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જય સોમનાથ અને વડક્કમ સાથે તમિલયન લોકોને આવકાર્યા હતા. ભુપેન્દ્ર પટેલે તેમનું સમગ્ર ભાષણ વાચીને વિક્કાનાદરી બોલીને પુર્ણ કર્યુ છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કરેલા ભાષણનું અનુવાદ તમીલ ભાષા મા અરુણ મહેશબાબુ એ કર્યુ હતુ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા ઘણા વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા યાત્રિકોને લઈને આવેલી વિશેષ ટ્રેન આજે સોમનાથ વેરાવળ રેલવે સ્ટેશન આવી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તમિલનાડુથી આવેલા તમામ યાત્રિકોનું ભારે ઉમળકા અને સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. સોમનાથ પહોંચેલા તમામ તમિલનાડુના યાત્રિકો પહેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે.
STSangamam: સોમનાથ પરિસરમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ, આવું મસ્ત વેલકમ થયું રાજનાથસિંહે કહી વાતઃ રાજનાથ સિંહના ભાષણ અરુણ મહેશબાબુ એ તમીલ ભાષામાં અનુવાદ કર્યો હતો. રામ મંદિર ના ઉદ્દઘાટનમાં મા દેશના લોકોને આમત્રણ અપાશે. મદુરાઈ નો વિકાસ આજે પણ તમિલનાડુના સૌરાષ્ટીયન તમિલોને આભારી છે. તખલધ મંદિર તોડવામા સફળ થયો પણ ભારતની ધાર્મિક સંસ્કૃતિને ના તોડી શક્યો. આજનો કાર્યક્રમ એ વાતનો પુરાવો છે. ઈશ્વરની અનુભુતિ આજે બે રાજ્યો ફરી જોડતી જોવા મળી છે. સંસ્કૃતિ અને ભાષ અલગ પણ તેનો ભાવ એક તેજ ભારત જેના આજે દર્શન થઈ રહ્યા છે. કોઈ પણ વિધ્વંસી શક્તિ ભારતીયને નુકસાન કરી શકે. આત્મા ના ભારતને નુકસાન કરવુ અશક્ય છે. ભારત તમામ ધર્મ ભાષા સંસ્કૃતિ થી બનેલુ એક કુટુંબ છે.
લોકગીતની રમઝટઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆતમાં 20 જેટલા પરંપરાગત કલાકારો અને લોકગાયકોનાં વિખ્યાત બેન્ડ દ્વારા બંને રાજ્યોના લોકસંગીતનું અદભુત ફ્યુઝન રજૂ કરવામાં આવ્યું હતું. તમિલ લોકપ્રિય 'કુમ્મી અડી', 'આપણાં મલકના માયાળુ માનવી' સહિતની પ્રસ્તુતિઓના તાલે સમગ્ર ઓડિયન્સ ઝૂમી ઉઠયું હતું. આ મનમોહક રજૂઆતો પર તમિલ બાંધવો અને સૌરાષ્ટ્રવાસીઓ ઉત્સાહમાં આવીને સાથે નૃત્ય કરવા લાગતા સમગ્ર સભા સ્થળ બંધુતા અને પ્રેમની અનેરી ઊર્જાથી ભરાઈ ગયું હતું
STSangamam: સોમનાથ પરિસરમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ, આવું મસ્ત વેલકમ થયું ખાસ કાર્યક્રમ શરૂઃસૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમનો સોમનાથમાં થયો છે. આ શુભ આરંભ રક્ષા પ્રધાન રાજનાથસિંહ, પોંડીચેરીના રાજ્યપાલ તમિલીસાઈ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના પ્રધાનોની ખાસ હાજરીમાં કરવામાં આવ્યો છે. 1000 વર્ષ બાદ ફરીથી બે સંસ્કૃતિનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અતુલ્ય સંગમ થયું હતું. આ કાર્યક્રમ માટે ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો.
લાઈટ એન્ડ સાઉન્ડ શૉઃકુલ 17 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં તમિલ અને ગુજરાતની ધાર્મિક સાંસ્કૃતિક પરંપરા અને રીતભાત સાથે જોવા મળશે ત્યારે મૂળ તમિલનાડુના પરંતુ પાછલા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા તમિલ્યનોએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો છે. 11 મી સદીમાંથી સૌરાષ્ટ્ર પંથકમાંથી થયેલું સ્થળાંતરણ આજે તમિલનાડુના મદુરાઈ સુધી પહોંચ્યું છે. ત્યારે 17મી તારીખે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ ધર્મ રીતભાત પરંપરા સંગીત અને ધર્મ સાથે ફરી એક વખત સાક્ષાત્કારના રૂપમાં નજર સમક્ષ જોવા મળશે. આ સાથે સોમનાથમાં અનેક પ્રકારના આયોજન કરાયા છે. સોમનાથમાં ખાસ આરતી થશે, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ યોજાશે.
STSangamam: સોમનાથ પરિસરમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ, આવું મસ્ત વેલકમ થયું સરકારે શું કર્યું છે આયોજન :તમિલ સૌરાષ્ટ્ર સંમેલન બાબતે રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 17 થી 30 એપ્રિલ સુધી તમિલનાડુ અને ગુજરાત બંને રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોની ઉજવણી કારવામાં આવશે. આ દરમિયાન સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે સ્પોર્ટ્સ ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં કેન્દ્રીયપ્રધાનો, રાજ્યપાલ, મદુરાઈના રાજા, નામાંકિત સંગીતકારો હાજરી આપશે. તેમજ ગુજરાતના રબારી, ભરવાડ, આહિર સમાજ દ્વારા આમંત્રિત મહેમાનો માટે સમૂહભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 300 લોકો વિશેષ ટ્રેનથી ગીર સોમનાથ આવ્યા છે. તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.