- સોમનાથ મહાદેવને કરાયો તલનો વિશેષ શણગાર
- તલ શણગારના દર્શન કરીને શિવભક્તો બન્યા ભાવ વિભોર
- દર્શન કરવા માત્રથી ભક્તો શિવ ભક્તિમાં તરબોળ
સોમનાથ : શ્રાવણ મહિનો હવે ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે શિવ ભક્તોને મહાદેવ પ્રત્યેની આસ્થા વધુ ગાઢ બની રહી છે. આવા સમયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર તલનો વિશેષ શણગાર પૂજારીઓ દ્વારા કરવામાં આપ્યો હતો, જેના અલૌકિક દર્શન કરીને શિવભક્તો પોતાની જાતને શિવમય બનાવી રહ્યા છે. જે પ્રકારે મહાદેવને તલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, તેના દર્શન કરવા માત્રથી શિવ ભક્તિમાં તરબોળ થઈ રહ્યા છે.
આ પણ વાંચો:રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપના કરવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર
શ્રાવણ મહિનામાં શિવના શણગારનું વિશેષ મહત્વ
શ્રાવણ મહિનામાં શિવના દર્શન, પૂજા અને અભિષેકને હિન્દુ ધર્મગ્રંથોમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, આથી સમગ્ર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના શણગારનું પણ વિશેષ મહત્વ શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવને થતાં શણગાર પણ ધર્મની અનેક પરંપરાઓના દર્શન કરાવી રહ્યા છે અને આ પરંપરા દેવાધિદેવ મહાદેવ શણગારના રૂપમાં ધારણ કરીને સમગ્ર વિશ્વના લોકોને દર્શન આપી રહ્યા છે, જેનો લાભ શ્રાવણ મહિનામાં શિવભક્તો ઉઠાવી રહ્યા છે.
સોમનાથ મહાદેવને કરાયો તલનો અલોકિક શણગાર આ પણ વાંચો:દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર