સોમનાથ : આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો 72મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે વૈશાખ સુદ પાંચમના દિવસે સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આજે વૈશાખ સુદ પાંચમ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર નો 72મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ છે.
સનાતન ધર્મના પ્રતીકરુપ :આજથી 72 વર્ષ પૂર્વે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરવામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર પર અનેક વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. સદીઓથી હિન્દુ સનાતન ધર્મના પ્રતીક રૂપે દર્શન આપી રહેલા સોમનાથ મહાદેવ મંદિર વિસર્જન અને સર્જન નું આજે સાક્ષી બની રહ્યું છે. આજના દિવસે જે સોમનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે તે યુગો યુગોથી ચાલતી આવતી હિન્દુ ધાર્મિક પરંપરાના દર્શન પણ કરાવી રહ્યું છે ત્યારે આવા પવિત્ર ધર્મ સ્થાનની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 72 વર્ષ પૂર્વે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પરિપૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારથી સોમનાથ મંદિરના નવનિર્માણનું કામ શરૂ થયું હતું.
આ પણ વાંચો Somnath Temple Pran Pratishtha Day : જાણો આજના દિવસે કોણે કરી હતી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું કરાયું હતું સ્થાપન : આજથી 72 વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરમાં સુવર્ણ સલાકા ખસેડીને તેની જગ્યા પર અત્યારે દર્શન આપી રહેલા મહાદેવના શિવલિંગની સ્થાપન કરીને પ્રાણ પ્રતિષ્ઠા પરિપૂર્ણ કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 108 જેટલા તીર્થસ્થાનો અને 07 મહાસાગરોના જળથી મહાદેવ જળાભિષેક કરીને હિંદુ ધર્મ સંસ્કૃતિના પ્રતીકરૂપે સોમનાથ મહાદેવની લિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ સમયે 102 તોપોના નાદથી દેવાધિદેવ મહાદેવનો ઘંટનાદ પણ કરવામાં આવ્યો હતો. શિવ ચરિત્ર સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથ દીપાર્ણવમાં સોમનાથ મહાદેવના શિવલિંગને સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનું શિવલિંગ હોવાનુ વર્ણન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Thanjavur Art: 1777માં શરૂ થયેલી તંજાવુર કલામાં હવે સોમનાથ અને દ્વારકાનો સમાવેશ
સરદાર પટેલની પરિકલ્પના :સરદાર પટેલના સંકલ્પ એવા સોમનાથ મહાદેવ મંદિરની તેમની પરિકલ્પના 72 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થતાં જ પૂર્ણ થઈ હતી. સરદારની કલ્પનાનું સોમનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજે પરિપૂર્ણ શિવાલય સરદારની સોમનાથ પ્રત્યેની લાગણીના પણ દર્શન કરાવી રહ્યું છે. આ મંદિરના નિર્માણમાં સાત માળ બનાવવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના નિર્માણની ઘટનાને સદીની ઐતિહાસિક ધાર્મિક ઘટના સાથે પણ જોવામાં આવે છે. પ્રાચીન યુગથી શરૂ કરીને વર્તમાન યુગ સુધી અનેક આક્રમણો વિસર્જન અને ત્યારબાદ સર્જનની સાક્ષી પુરતુ સોમનાથ મહાદેવનું મંદિર આજે હિન્દુ ધર્મ સંસ્કૃતિની એક ધરોહર બની રહ્યુ છે.