ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મહાદેવ દર્શન : આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણો - સોમનાથ ટ્રસ્ટની નિશુલ્ક બસ વ્યવસ્થા

સોમનાથ મહાદેવના દર્શને જવા હાલનો વેકેશનનો સમયગાળો અનુકૂળતા કરી રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ સોમનાથદાદાના દર્શને જતાં આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી (Tourist facilities of Somnath Mahadev Trust) પાડવામાં આવી રહી છે તે જાણો.

સોમનાથ મહાદેવ દર્શન : આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણો
સોમનાથ મહાદેવ દર્શન : આ વર્ષે દર્શનાર્થીઓને શી વિશેષ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે તે જાણો

By

Published : May 12, 2022, 7:11 PM IST

સોમનાથ -વેકેશનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે દેશના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સમીપે રજાના દિવસો ગાળવા માટે શિવભક્તો ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અહીં દર્શન કરીને જાતને ધન્ય કરી રહ્યા છે તો સાથે સાથે સોમનાથ મહાદેવ ટ્રસ્ટની પ્રવાસી સુવિધાઓ (Tourist facilities of Somnath Mahadev Trust) અને પ્રકલ્પોનું આયોજન પણ કરાયું છે જેનો લાભ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા શિવભક્તોને મળી શકશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સમીપે રજાના દિવસો ગાળવા માટે શિવભક્તો ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સજ્જ- વેકેશન 2022માં સોમનાથ દર્શનનો (Somnath Darshan in Vacation 2022) લહાવો લેવા દેશના બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ગુજરાતમાં આવેલું છે ત્યારે સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ સોમનાથ તરફ આવી રહ્યા છે. વેકેશનના સમય દરમ્યાન અહીં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે. બે વર્ષ બાદ કોરોના સંક્રમણ નાબૂદ થવાને આરે છે આવા સમયે શરૂ થયેલા વેકેશનમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે તેને લઈને પણ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓને સેવા અને સગવડ માટે સજ્જ થયું છે.

સોમનાથ મહાદેવ પરિસરનું વિહંગાવલોકન

આ પણ વાંચો- પાવાગઢની પલટાશે કાયા..! પહાડ ચીરીને શ્રદ્ધાળુઓને દર્શન માટે બનાવાશે સરળ માર્ગ

ટ્રસ્ટે કરી ખાસ વ્યવસ્થા - સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ ઉનાળાના સમયને ધ્યાને રાખીને શિવ ભક્તોને આકરી ગરમી અને તડકો સહન ન કરવો પડે તે માટે ખાસ રુફટોપની rufftop ની વ્યવસ્થા કરાઈ છે. વયોવૃદ્ધ શિવભક્તો મંદિર પરિસરમાં જઈને સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે મંદિરમાં બંને તરફ બે લીફ્ટનું પણ આયોજન કરાયું છે તો સાથે સાથે અહીં આવતા પ્રત્યેક દર્શનાર્થીઓને રહેવાની અને જમવાની સરળ અને સારી વ્યવસ્થા મળી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસ પણ જે પહેલેથી કાર્યરત છે તેને વધુ સુવિધાસભર બનાવવામાં આવ્યા છે. ઉનાળાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી પણ દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.

સમુદ્ર વોક વે આકર્ષણનું કેન્દ્ર - ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ફરતે દોઢ કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક વેને (Sea View Walk Way) દર્શનાર્થીઓ માટે ખુલ્લો મૂકયો છે. આ વોક વે પર ચાલતા ચાલતા દર્શનાર્થીઓ સોમનાથના વિશાળ સમુદ્રના દર્શન કરવાની સાથે દરિયા પરથી સોમનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કરી શકે છે. સમુદ્ર દર્શન વોક વે પર જે દર્શનાર્થીઓ સાઈકલ ચલાવવા માગતા હોય તેના માટે સાયકલોની (Cycling on the Sea View Walkway) વ્યવસ્થા પણ કરાઇ છે.

વોક વે પર ચાલતા ચાલતા દર્શનાર્થીઓ સોમનાથના વિશાળ સમુદ્રના દર્શન કરવાની સુવિધા

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં વિકાસના 4 પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું

90 રુપિયાના દરે રહેવાની વ્યવસ્થા - અહીં આવતા ગરીબ અને મધ્યમ તેમજ સામાન્ય વર્ગના દર્શનાર્થીઓ માટે 90 રુપિયાના દરે રહેવાની વ્યવસ્થા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. વેરાવળ અને સોમનાથ રેલવે અને બસ સ્ટેશનમાંથી દર્શનાર્થીઓને સોમનાથ મહાદેવ મંદિર સુધી લાવવા અને મૂકવા માટેની નિશુલ્ક બસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો બીજી તરફ સોમનાથ નજીક આવેલા આસપાસના પર્યટન સ્થળો માટે પણ દર્શનાર્થીઓ જઈ શકે તેના માટે પણ એક વિશેષ બસનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું છે.

હવાઈ સેવાથી સોમનાથને જોડવું ખૂબ જરૂરી - સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રતિ વર્ષ એક કરોડ કરતાં વધુની સંખ્યામાં દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સોમનાથ નજીકના વિસ્તારને હવાઈ સેવા (Air and railway service connecting Somnath) સાથે જોડવામાં આવે તો પ્રવાસીઓની સુવિધામાં વધારો થઈ શકે સાથે સમયનો પણ બચાવ થઈ શકે. જો સોમનાથને જોડતી કોઈ હવાઈ સેવા શરૂ થાય તો દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે અને દિવસોના પ્રવાસની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. વધુમાં સોમનાથ નજીક રેલવે વિભાગ દ્વારા ટ્રેનના બુકિંગની વ્યવસ્થા પહેલા શરૂ કરાઈ હતી. જે પાછલા બે વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે પણ દર્શનાર્થીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં જો ફરીથી સોમનાથ નજીક રેલવે વિભાગ દ્વારા જે પહેલા બુકિંગ સેન્ટર કાર્યરત હતું તેને શરૂ કરવામાં આવે તો દર્શનાર્થીઓને રેલવેના બુકિંગને લઈને જે મુશ્કેલીઓ પડે છે તેમાંથી છૂટકારો પણ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details