ગુજરાત

gujarat

By

Published : May 24, 2020, 11:25 PM IST

ETV Bharat / state

ગીર સોમનાથના પાલડી ગામે વાડી વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યૂ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાલડી ગામે વાડી વિસ્તારમાં નાળિયેરીના બગીચામાં મહાકાય અજગર ઘૂસી જતા વન વિભાગના અધીકારીઓને જાણ કરતા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના પાલડી ગામે વાડી વિસ્તારમાં અજગર ઘુસી આવતા કરાયું રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લાના પાલડી ગામે વાડી વિસ્તારમાં અજગર ઘુસી આવતા કરાયું રેસ્ક્યુ

ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ તાલુકાના પાલડી ગામે નરેન્દ્ર જોટવાના નાળિયેરીના બગીચામાં મહાકાય અજગર ઘૂસી આવતા વન વિભાગ અને સેવાભાવી સ્નેક કેચર દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના પાલડી ગામે વાડી વિસ્તારમાં અજગર ઘુસી આવતા કરાયું રેસ્ક્યૂ

ગીરમાં આમતો વન્ય પ્રાણીઓ અને લોકો તાદાત્મ્યથી વસવાટ કરે છે, પણ જ્યારે મહાકાય અજગર બગીચામાં આવી ચડે તો? આવી જ પરિસ્થિતિ થઈ જ્યારે નરેન્દ્રભાઈ જોટવાના નાળિયેરીના બગીચામાં મહાકાય અજગર આવી ચડ્યો, તેમણે વન વિભાગને જાણ કરી ત્યારે વન વિભાગના કર્મચારીઓ અને સ્નેક કેચર તેમના બગીચામાં પહોંચ્યા ત્યારે અજગર પથ્થરોના ઢગલામાં છુપાઈ ગયો જેને મહા મુસીબતે બહાર કઢાયો હતો.

ત્યારે તે માદા અજગરની લંબાઈ 8 ફૂટ જોવા મળી હતી. વન વિભાગ દ્વારા તેને સેફ્ટી બેગમાં ભરીને જંગલમાં મુક્ત કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details