ગીર સોમનાથઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની સોમનાથ મુલાકાતે(Ramnath Kovind Somnath Visit) આવ્યા છે. માધવપુર નજીક કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂક્યા બાદ રાત્રી રોકાણ સોમનાથમાં સહ પરિવાર (Somnath Mahadev Temple )સાથે કર્યું હતું. આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવની (History of Somnath)વિશેષ પૂજા-અર્ચના કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત અગ્રણી પદાધિકારીઓ જોડાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું અને સોમનાથ મંદિર સહિત આસપાસના વિસ્તારમાં થઇ રહેલા કામોની જાત માહિતી પણ મેળવી હતી.
Ramnath Kovind Somnath Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સહ પરિવાર સાથે કરી સોમનાથ મહાદેવની પૂજા - History of Somnath
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની સોમનાથ મુલાકાતે (Ramnath Kovind Somnath Visit)આવ્યા છે. આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચોઃMadhavpur Fair 2022: માધવપુરનો મેળો હવે દર વર્ષે રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવાશે
રામનાથ કોવિંદની સોમનાથ મુલાકાત -રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)ચોથી વખત સોમનાથની મુલાકાતે(Somnath Foundation Day)પધાર્યા હતા. સૌપ્રથમ વખત તેઓ બિહારના રાજ્યપાલ હતા ત્યારે સોમનાથની મુલાકાત અને દર્શન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2017- 2018 અને હવે વર્ષ 2022માં રામનાથ કોવિંદે સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પંડિતો પણ જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચાર સાથે દેવાધિદેવ મહાદેવની પૂજા કરી હતી. રામનાથ કોવિંદે તેમના સહ પરિવાર સાથે દેવાધિદેવ મહાદેવના શિવલિંગ પર અભિષેક કર્યો હતો અને ત્યારબાદ મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ હતુ.
આ પણ વાંચોઃPresident visits Gujarat : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી