- ગીર-ગઢડામાં તૌકતેને વીજ પુરવઠો ખોરવાયો
- PGVCL દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી
- ઉર્જા વિભાગના અગ્રસચિવએ PGVCLના અધિકારીઓ સાથે કરી બેઠક
ગીર-ગઢડા: તૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ જિલ્લામાં સર્જેલી તારાજીને લીધે વીજ સેવા પ્રભાવિત થઇ હતી. જિલ્લાનાં તમામ 345 ગામોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. ગણતરીની કલાકમાં જ વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા તાલુકામાં વીજસેવા શરૂ કરી દેવામાં આવી હતી.
141 ગામોમાં વીજપુરવઠો પુન:સ્થાપિકત કરવામાં આવ્યો
સુત્રાપાડા, વેરાવળ અને તાલાળા તાલુકામાં કુલ 142 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. PGVCL દ્વારા તાત્કાલીક કામગીરી કરી 141 ગામોમાં વીજળી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન થયેલી સઘન કામગીરીને લીધી કોડીનારના 26 ગામોમાં વીજળી આવી ગઇ છે. તારીખ 22 મે સાંજ સુધીમાં 345 ગામોમાંથી 172 ગામોમા વીજળી પુન:સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉના નગરપાલિકાના 166 અને NDRF તેમજ SDRFના 116 જવાનો સહિત કુલ 500 કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા