ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર-સોમનાથ હાઇવેનું કામ ધીમી ગતિએ ચાલતી અકસ્માતનો ભય સર્જાયો

પોરબંદર: હાલ વેકેશનનો સમય છે, અનેક પ્રવાસીઓ પોરબંદરથી સોમનાથ તથા વિવિધ સ્થળોની મુલાકાતે જતા હોય છે. ખાસ કરીને પોરબંદરથી માધવપુર વચ્ચેનો હાઈવે રોડ બનાવવાની કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી ચાલે છે. પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા કામને લીધે અનેક રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

By

Published : Oct 31, 2019, 12:20 AM IST

porbandar somnath highway road work in slowly progress

પોરબંદર-સોમનાથ હાઇવેના કામમાં બેદરકારીના લીધે અનેક અકસ્માતો પણ સર્જાયા છે. રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે. ત્યારે લોકોએ હાઇવેનું કામ ઝડપી કરવા તંત્રને વિનંતી કરી છે.

પોરબંદર-સોમનાથ હાઇવેનું કામ કાચબા ગતીએ: અકસ્માતનો ભય
એક તરફ સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાની વાતો રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બીચ ફેસ્ટિવલ સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે, આવી જ રીતે પોરબંદર નજીકના માધવપુર ગામે પણ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરથી માધવપુર પહોંચવા માટેનો હાઈવેનું કામ છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી પૂર્ણ ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. રસ્તામાં ઉડતી ધૂળને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, તો અહીં વચ્ચે આવતા નવાગામના લોકોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ પણ કરી હતી. અહીં માંગ હજી સંતોષાઈ નથી, આથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક રોડનું કામકાજ પૂર્ણ થાય તેવી વિનંતી લોકોએ તંત્રને કરી હતી.

ABOUT THE AUTHOR

...view details