ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાના 1.29 લાખથી વધુ બાળકોને પોલિયોનું રસીકરણ - સુરક્ષિત

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રવિવારના રોજ પોલિયો અભિયાન દ્વારા 0થી 5 વર્ષના 1,29,065 બાળકોને પોલિયોની રસીના 2 ટીપાં પીવડાવામાં આવ્યાં હતા. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 767 બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના 1.29 લાખથી વધુ બાળકોને પોલીયોનું રસીકરણ
ગીર સોમનાથ જિલ્લાના 1.29 લાખથી વધુ બાળકોને પોલીયોનું રસીકરણ

By

Published : Feb 1, 2021, 4:30 PM IST

  • ગીર સોમનાથ જિલ્લાના 1.29 લાખથી વધુ ગીર સોમનાથને પોલિયો રસીકરણ
  • સમગ્ર જિલ્લામાં 1,039 ટીમે કામગીરી કરી
  • જિલ્લામાં કુલ 767 બૂથનું આયોજન

ગીર સોમનાથ: દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ 31 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશ તથા ગુજરાત રાજયમાં પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લામાં રવિવારના રોજ પોલિયો અભિયાન અંતર્ગત રસીકરણની કામગીરી

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રવિવારના રોજ પોલિયો અભિયાન દ્વારા 0થી 5 વર્ષના 1,29,065 બાળકોને પોલિયોની રસીના 2 ટીપાં પીવડાવામાં આવ્યાં હતા. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 767 બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1,039 ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મૂલાકાત લઈને પોલિયોની રસી પીવડાવામાં આવી હતી. જિલ્લામાં 30 ટ્રાન્જીટ પોઈન્ટ રાખવામાં આવ્યા હતા. જેમાં બસ સ્ટેન્ડ અને ખાસ અવર-જવર રહેતી હોય તેવા વિસ્તારમાં ટ્રાન્જીટ પોઈન્ટ દ્વારા પોલિયોની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત 16 મોબાઇલ બૂથ દ્વારા પણ પોલિયો રસીકરણ કરવામાં આવી હતી. 186 રૂટ ઉપર સમગ્ર કામગીરીનું સુપરવિઝન માટે 138 સુપરવાઈઝર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પોલિયો અભિયાન અંતર્ગત લાયઝન અધિકારી તરીકે CDHO ડૉ.એચ.એચ.ભાયા, PHO ડૉ.એમ.આર.પઢીયાર, RCHO ડૉ.ડી.કે.ગૌસ્વામી, QAMO ડૉ.જે.બી.બામરોટીયા અને EMO ડૉ.કે.બી.નિમાવત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details