ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વિશેષ પૂજા - lapse in security of PM Modi

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં પંજાબના પ્રવાસ દરમિયાન થયેલી ચુક-બેદરકારીને (PM Security Breach)લઈ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાનના લાંબા આયુષ્યની પ્રાર્થના અર્થે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહામૃત્યુંજય મંત્ર જાપ અને મહાપૂજા કરવામાં આવી હતી.

PM Security Breach:વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વિશેષ પૂજા
PM Security Breach:વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વિશેષ પૂજા

By

Published : Jan 7, 2022, 1:57 PM IST

સોમનાથ: પંજાબના પ્રવાસમાં (lapse in security of PM Modi) ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક હોવાની સામે (PM Security Breach) આવેલી સનસનીખેજ વિગતો બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનું યુદ્ધ શરૂ થયુ છે. ત્યારે વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્ર જાપ અને મહાપૂજા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વિશેષ પૂજા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા કરાયું મહાપૂજાનુ આયોજન

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનીક ભાજપના અગ્રણી એવા પ્રદેશ ભાજપ સંગઠન પ્રધાન ઝવેરીભાઈ ઠકરાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પાલીકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, શહેર પ્રમુખ દેવભાઈ ધારેચા, ભરત ચોલેરા સહિત નગરસેવકો, કાર્યકર્તાઓએ સોમનાથ મહાદેવની મહાપુજા અને મહામૃત્યુંજય મંત્ર જાપની પૂજા કરી પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરવાના કોંગ્રેસ પર આક્ષેપ

આ તકે પ્રદેશ પ્રધાન ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરવાના કોંગ્રેસના ઈરાદાઓ હોવાથી તેમની સુરક્ષામાં ચુક દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સોમનાથ મહાદેવ સદબુદ્ધિ આપે તેવી ભાજપ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

ABOUT THE AUTHOR

...view details