ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં આગથી રમવું યુવકને મોંઘું પડ્યું, કરતબ બતાવતા મોઢું દાઝી ગયું - ઊના

કહેવાય છે ને કે આગની મસ્તી ન કરવી જોઈએ. આ જ કહેવત સાચી પડી છે ગીર સોમનાથમાં. કારણ કે, અહીં ઊનાના નાઠેજ ગામમાં એક અવનવો બનાવ બન્યો. જ્યાં એક લગ્નપ્રસંગમાં દાંડીયા રાસનો કાર્યક્રમ હતો. તે દરમિયાન એક યુવક કેરોસીનથી ભડકા કરી પ્રદર્શન કરી રહ્યો હતો. જો કે, પ્રદર્શન તેને મોંઘું પડ્યું. કારણ કે, કેરોસીનનથી ભડકા થતા તે યુવકનું મોઢું દાઝી ગયું હતું. આ યુવક એક હાથમાં કેરોસીનનો ડબ્બો ભરીને રાખતો અને બીજા હાથમાં લાકડી. આ લાકડીથી આગમાં કેરોસીનના ભડકા કરી કરતબ બતાવી રહ્યો હતો. તે દરમિયાન તેનું મોઢું દાઝી ગયું હતું.

ગીર સોમનાથમાં આગથી રમવું યુવકને મોંઘું પડ્યું, કરતબ બતાવતા મોઢું દાઝી ગયું
ગીર સોમનાથમાં આગથી રમવું યુવકને મોંઘું પડ્યું, કરતબ બતાવતા મોઢું દાઝી ગયું

By

Published : Feb 26, 2021, 7:54 PM IST

  • નાઠેજ ગામના યુવકને કેરોસીનથી કરતબ બતાવવા મોંઘા પડ્યા
  • આગ અચાનક યુવકના મોંઢાની અંદર પકડાઈ જતા યુવક મોઢે દાઝ્યો
  • આજુબાજુના લોકોએ પણ તુરંત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા
    આગ અચાનક યુવકના મોંઢાની અંદર પકડાઈ જતા યુવક મોઢે દાઝ્યો

ગીર સોમનાથઃ લગ્ન પ્રસંગમાં યુવક મોઢામાં કેરોસીન ભરી કરતબ બતાવી બતાવી રહ્યો હતો, પરંતુ લોકોનું મનોરંજન કરવામાં તેને મોંઘી કિંમત ચૂકવવી પડી છે. હાલમાં આ યુવક મોઢેથી દાઝી જતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

લગ્નમાં આવેલા ટોળાએ યુવકનો જીવ બચાવ્યો

જોકે, લગ્ન પ્રસંગમાં બધા પોતપોતાની ધૂનમાં વ્યસ્ત હતા. ત્યારે આ યુવક લોકોનું મનોરંજન કરી રહ્યો હતો. તે સમયે જ તે મોઢેથી દાઝ્યો હતો. લગ્નમાં આવેલા ટોળાએ યુવકને બચાવી લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details